Wednesday, November 27, 2024
HomeGujaratવ્યાજખોરી ડામવા મહાઅભિયાન:રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરી વ્યાજખોરો...

વ્યાજખોરી ડામવા મહાઅભિયાન:રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાઈ

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી રાજયકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરુ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને ગુજરાત પોલીસ મહાનિર્દેશક અને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર ગુજરાત રાજયમાં Illegal Money-Lending Activities વિરુધ્ધ ખાસ ઝુંબેશ (Special Drive) નુ આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્ક થી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી તા.૧૨/૦૧/૨૦૨૩ ના રોજ સમગ્ર રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવશે. આ લોક દરબારના આયોજન અંગે મહતમ પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લોકો હાજર રહે તેવા પ્રયાસો થશે.તેમજ સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવશે.

(૧) લોક સંપર્ક અને જન જાગૃતી

રાજકોટ રેન્જના તાબાના જીલ્લાઓમાં કુલ-૬૭ લોક-દરબારનુ આયોજન કરવામાં આવેલ છે. જે લોક દરબાર પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં યોજાયેલ હતો. લોક દરબાર દરમ્યાન વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલ લોકોની કુલ-૯ રજુઆતો મળેલ હતી. જે ૯ રજુઆતો પૈકી ૪ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય પ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.

લોકોમાં Gujarat Money-Lenders Act. 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમ્મ્ત પુર્વક કાયદાનો આશરો લેવા માટે સામે આવે, સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયા અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ૨૫૦ થી પણ વધુ પોસ્ટ કરવામાં આવી રહી છે .પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી ૨૦૦ થી પણ વધારે સ્થળો ઉપર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર રેન્જમાં વ્યાજખોરી થી અસરગ્રસ્ત વિસ્તારો નકકી કરી, આ વિસ્તારોમાં ૬૦૦૦ થી વધુ પત્રિકાઓનુ વિતરણ ,વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ ૬૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ ધ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપવામાં આવેલ છે અને પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોશો આપવામાં આવેલ છે.

રાજકોટ રેન્જ માં વ્યાજખોરો વિરૂદ્ધ અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા

ઉપરોકત Special Drive દરમ્યાન અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ-૧૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ -૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા એક વર્ષમાં અત્રેની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ-૩૨ ગુનાઓ દાખલ કરી તેમા કુલ-૧૪૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.વ્યાજખોરોની ઓફીસો, ઘરો અને પુરાવાઓ મળી શકે તેવી બીજી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશનો હાથ ધરી તેઓના ધ્વારા લખાવી લીધેલ દસ્તાવેજો અને ચેકો રીકવર કરવામાં આવેલ છે. ઉપરોકત દાખલ થયેલ ગુનાઓની તપાસનુ સીધુ સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક પોતે કરી રહ્યાં છે.

આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યવાહી

આગામી દિવસોમાં સમગ્ર રેન્જમાં ૨૦૦ થી વધુ લોકદરબાર યોજવામાં આવશે સોશિયલ મીડીયા, પ્રેસ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી વધુને વધુ લોક જાગૃતી આવે તે માટે પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમના ઉપયોગથી અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી વ્યાજખોરી અંગે જાગૃતતા કેળવાય અને સમગ્ર રેન્જના ૧૦૦ ટકા લોકો સુધી આ અભિયાનની માહીતી પહોચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.સમગ્ર રેન્જમાં Free Registration Of Crime ની નિતીનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ નોંધાયેલ ગુનાઓને ૧૦૦ ટકા સાબીતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. વ્યાજખોરો ધ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો ૧૦૦ ટકા ભોગબનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર છે. તેમજ જરુર જણાયે Income tax, EDI વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે વ્યાજખોરો ધ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ ધ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!