Sunday, November 24, 2024
HomeGujaratવડીલોની પરંપરા આગળ વધારી "નાના જડેશ્વર" ખાતે શ્રાવણ માસ નિમિતે "દેવાધિદેવ" ની...

વડીલોની પરંપરા આગળ વધારી “નાના જડેશ્વર” ખાતે શ્રાવણ માસ નિમિતે “દેવાધિદેવ” ની પૂજા અર્ચના કરતા અજંતા-ઓરેવા ગ્રુપમાં સુપ્રીમો

તા ૩૧/૦૭/૨૦૨૨ ને રવિવાર ના રોજ અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને તેમના ધર્મ પત્ની મૃદુલાબેન સાથે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ મોરબી ખાતે આવેલ “નાના જડેશ્વરે” શ્રાવણ માસ નિમિતે “મહાદેવ શિવ” ની પૂજા અર્ચના કરેલ.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના સજનપર ગામની પાસે સીમમાં આવેલ શ્રી નાના જડેશ્વર મંદિર ૧૦૦ વર્ષ જૂનું છે. શ્રાવણ માસ માં રોજ હજારોની સંખ્યામાં લોકો “શિવજી” ના દર્શન અને તેની પૂજા અર્ચના કરવા જતા હોય છે. આ મંદિરે આખા શ્રાવણ માસ દરમ્યાન લગભગ ૨૦૦ થી વધારે બ્રાહ્મણો ” ૐ નમઃ શિવાય ” ના જાપ આખો દિવસ કરતા હોય છે. આ નાના જડેશ્વર મંદિરે રોજ બપોરે લગભગ ૩ થી ૪ હાજર માણસો “લાડુ / બટેકા નું શાક / દાળ – ભાત / પુરી / સંભારો / છાસ” વગેરે નો મહાપ્રસાદ લેતા હોય છે. જયારે રવિવાર અને સોમવારે તો લગભગ ૮ થી ૯ હાજર લોકો આ પ્રસાદ નો લાભ લેતા હોય છે. એ વાત મંદિરના પૂજારી શ્રી ભરતભાઈ તરફથી જાણવા મળેલ હતી.

આ નાના જડેશ્વર ખાતે મોરબીના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો જેવા કે ઓધવજીભાઈ પટેલ (ઓ.આર.પટેલ), શ્રી જેરામ અદા, કાનજીભાઈ હોથી, બેચરભાઈ પટેલ, ભવાન બાપા, ડી કે પટેલ, ઠાકરશી ભાઈ પટેલ, ભગવાનજી ભાઈ પટેલ, ડો ચારોલા સાહેબ, વલમજીભાઈ પટેલ, આંબાલાલા સાહેબ વગેરે મહાનુંભવો રેગ્યુલર દર્શન માટે જતા.

નાના જડેશ્વર મહાદેવ ના મંદિર ની આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય ચોમાસાના વાતાવરણમાં ડુંગરા ઉપર ઘાસ ઉગવાને કારણે લીલાછમ ડુંગરાઓમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે જાણે કોઈ હિલ સ્ટેશન હોય. તેથી લોકો પીકનીક માટે રેગ્યુલર યહી આવે છે અને સાથે શિવજી ના દર્શન કરતા જાય છે. મોરબીના અનેક ઉદ્યોગપતિઓ જેવા કે રંગપરીયા સાહેબ, ચુનીભાઈ પટેલ, દિનેશભાઇ મારવાણીયા , કાંતિભાઈ પટેલ, જયસુખભાઇ પટેલ જેવા અસંખ્ય લોકો આ શિવ મંદિર ઉપર અપાર આસ્થા રાખે છે.

શ્રાવણ મહિનામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા અને મહાદેવને રીઝવવા અહીં આવે છે અને અહીં આવવાથી શારીરિક શાંતિ તથા માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!