Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણનો મામલો : કોંગ્રેસે પોલીસ પર આક્ષેપો કર્યા...

વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણનો મામલો : કોંગ્રેસે પોલીસ પર આક્ષેપો કર્યા : સદસ્યના જમાઈએ વિડીયો વાયરલ કરી કંઈ ન બન્યું હોવાનું જણાવ્યું.

ધારાસભ્ય પીર ઝાદા અને કોંગ્રેસ આગેવાનોએ ડીવાયએસપી ને લેખિત રજુઆત કરી પીએસઆઇ આર પી જાડેજાએ ભાજપને ટેકો આપ્યો હોવાનો આક્ષેપ કર્યો :

- Advertisement -
- Advertisement -

વાંકાનેર આઝાદી પછી તાલુકા પંચાયત ની સત્તા ભાજપ તરફે હાલ પલડું ભારે છે જેમાં વર્ષોથી તાલુકા પંચાયત માં કોંગ્રેસ નું શાસન ચાલ્યું આવે છે ત્યારે આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને ૧૩ બેઠકો અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી છે જેને લઈને છેલ્લા એક સપ્તાહથી રાજકારણ ગરમાયુ છે બન્ને પક્ષ વચ્ચે કાટે કી ટક્કર હાલ ચાલી રહી છે ત્યારે ગઈકાલે અરણીટીબા બેઠકના જીતેલા સદસ્ય સુરેશ બલેવિયાના જમાઈ અને દીકરીએ તેના પિતા અને સસરા ગુમ થયાની અરજી વાંકાનેર તાલુકા પોલીસમાં કરી હતી જેના પગલે પોલીસે સુરેશભાઈ ને બોલાવી નિવેદનો લઈ તેના જમાઈને સોંપ્યા હતાં જો કે આ બાબતે કોંગ્રેસે પોલીસ સામે આક્ષેપ કર્યા છે જેમાં કોંગ્રેસ દ્વારા વાંકાનેર તાલુકા પીએસઆઇ એ જ ભાજપને સોપી દીધા હોવાના આક્ષેપ કર્યા છે જેમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા દ્વારા સદસ્ય ને બોલાવી ભાજપ આગેવાનો ને સોંપી દીધા હોવાના આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો જોકે પીએસઆઇ આર પી જાડેજા ના જણાવ્યા અનુસાર પરિવારજનો દ્વારા સુરેશભાઈ ગુમ થયા હોવાની અરજી મળતા પોલીસે સુરેશભાઈને પોલીસ મથક નિવેદન માટે બોલાવ્યા હતા અને બાદમાં તેના જ પરિવાર સાથે રવાના કરાયા હતા જો કે આ મામલે વાંકાનેર ધારાસભ્ય મહમદ પિરઝાદાની આગેવાનીમાં વિરોધ અને રજુઆત કરી હતી અને તો બીજી બાજુ ગુમ થયેલા અનેં જીતેલા સદસ્ય સુરેશભાઈ એ દીકરી અને જમાઈ સાથે પોતાની ઇચ્છાથી ગયા હોવાનો વિડીયો મોડી સાંજે વાયરલ થયો હતો તો સામે પક્ષે વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા તરફ અન્ય જ્ઞાતિઓ અને સામે કોંગ્રેસના વિડીયો વાયરલ થતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ગઈ હતી જેના પગલે મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધીકા ભારાઈ સહિતના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉતારી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્ટેન્ડ બાય રાખી દેવાયા હતા જેમાં આજે કોંગ્રેસ ધારાસભ્ય મહમ્મદ પિરઝાદાની આગેવાનીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈને લેખિત તેમજ મૌખિક રજુઆત કરી યોગ્ય પગલાં ભરવા રજુઆત કરાઈ હતી જો કે આ મામલે પોલીસે યોગ્ય કરવાની શાંતવના આપતા મામલો થાળે પડ્યો છે તો બીજી બાજુ વાંકાનેર તાલુકા પંચાયત માં હાલ ભાજપની 13 બેઠકો અને કોંગ્રેસની 11 બેઠકો છે ત્યારે આઝાદી પછી પ્રથમ વખત તાલુકા પંચાયત માં ભાજપ આવતા રાજકારણ ચરમસીમાએ પહોચી ગયુ છે ત્યારે આધારભુત સુત્રોમાંથી મળતી વિગત મુજબ અપહરણના આક્ષેપ કરનાર સુરેશ બલેવિયા ભાજપમાં જોડાઈ અને ભાજપમાંથી ન્યાય સમિતિના ચેરમેન બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ તોડ જોડની નીતિમાં શુ ભાજપ જીતેલી બાજી ટકાવી શકશે કે પછી કોંગ્રેસ આઝાદી પછી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે ? હાલ આ રાજકીય રમતમાં પોલીસના ખંભે બંદૂક ફોડવામાં આવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!