ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મંગળવારની રાત્રીના મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી મોટાપાયે કરવામાં આવતા વિદેશી દારૂના ધંધાની પોલ ખોલી નાખી રૂપિયા 1.51 કરોડની 3210 પેટી દારૂ અને 66 લાખના વાહનો તેમજ અઢી લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. જે બનાવમાં કોર્ટ દ્વારા ૪ આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબી તાલુકાના લાલાપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસ.એમ.સી એ દરોડા પાડી અંદાજીત ૧૫૦૦ થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ડ્રાઇવર સહિતના 10 શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આજે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે નામદાર કોર્ટ દ્વારા ૧૦ આરોપી પૈકી ૪ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં રમેશ પુંજાભાઈ પટણી (રહે. ચિત્રોડ ,કચ્છ), ખિયારામ સોનારણ જાય (રહે.બાડમેર,રાજસ્થાન), શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (રહે. રીવા જિલ્લો ,મ.પ.) તથા મુકેશ માલભાઈ ગમારા (રહે.માથક તા.હળવદ જિ.મોરબી)ના રિમાન્ડ મંજુર થયા છે.