હળવદ તાલુકાના ચાડધ્રા નજીક બાહણી નદીમાં બેફામ રેતી ચોરી કરતા ખનિજ ચોરો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડતા ખનીજ માફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે હળવદ પોલીસ દ્વારા 31 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જયારે ૨૫ આરોપીઓને ફરાર દર્શાવી રેતીચોરી પ્રકરણમાં ખનીજ ચોરીની કલમો ઉપરાંતની કલમો તળે ગુનો નોંધી કરોડોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકામાં વર્ષોથી ચાલતા રેતીચોરી કારસ્તાનને ભેદવા અંતે સ્ટેટ મોનીટરીંગ સેલે મેદાને આવી મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલ વાટાવદર (મયુરનગર) અને ચાડધ્રા ગામ વચ્ચે સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાં રેઇડ કરી અલગ અલગ વાહનો તથા યંત્રો મળી કુલ રૂ.૧૨,૬૦,૯૭,૬૩૩/-નો મુદામાલ કબ્જે કરી જીતુભા હિંમતસિંહ પરમાર, સંતુ ખીરોન યાદવ, લલનકુમાર તિપન યાદવ, દેવનારાયણ રાજેશ યાદવ, ખેરશીદ હમીદ અંસારી, નરભુ મડીયા નિનામા, રાજુ તખુભાઇ પીપળીયા, દિપકભાઇ નટુભાઇ લોદરીયા, છેદીલાલસિંહ શ્યામલાલ ઠાકુર, અવધેશ શ્યામલાલ ઠાકુર, સંજય જલીયા અમલીયા, સચીન વિધાર્થીપ્રસાદ પટેલ, અબ્દુલબારી શાહબુદિન શેખ, મહમદમરફત સોરાબ શેખ, ગગજીભાઇ ઉર્ફે રમેશભાઇ મગનભાઇ ગેડાણી, રોહિત મનોજભાઇ દેગામા, સંજય નાગરભાઇ બજાણીયા, વિશાલ ધીરજભાઇ કુડીયા, પ્રવિણભાઇ બાબુભાઇ ડુમાળીયા, દિનેશભાઇ બચુભાઇ ચાળા, અક્ષય ચતુરભાઇ સાતોલા, વિજયકુમાર શ્રીજગદીશ યાદવ, રાધેશ્યામ ભમરસિંહ વસુનીયા, મહિપાલસીંગ ચીંટાઇસીંગ, વિપુલભાઇ જાદવજીભાઇ થરેસા, પ્રકાશભાઇ રમેશભાઇ ઠાકોર, હરેશભાઇ રાઘવજીભાઇ જોગડીયા, નવઘણભાઇ મનસુખભાઇ પોરડીયા, કિશોરભાઇ બાબુભાઇ સોલંકી, અજીત રામસુજાન પટેલ તથા તુકલાલ વાસુદેવ પ્રજાપતિ નામના કુલ 31 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
જયારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા વધુ 25 આરોપીઓના નામ ખુલતા પોલીસે સુનીલભાઇ કોળી, જેઠાભાઇ વણઝારા, જગો ઉર્ફે ઠુંઠો ભરવાડ, સંદિપ ડાંગર, ઉદય આહિર, લાલો આહિર ઉર્ફે બીકે કરશનભાઇ, પરેશ પટેલ, મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડીનો ચાલક, અશોક લેલન કંપનીના વાહનનો ચાલક, GJ-3-V-9736 નંબરના અશોક લેલન કંપનીના ઓપન ટ્રકનો ચાલક, ટ્રેકટર લોડર જોન ડીયર કંપનીના વાહનનો ચાલક, મહિન્દ્રા ૨૭૫ DI ટ્રેકટર ટ્રોલી સાથેનું જે ટ્રેકટર કે ટ્રોલીનો ચાલક, ફરીયાદમાં દર્શાવેલ સીરીયલ નંબરો તથા મોડેલ નંબરોવાળા કુલ-૧૨ હિટાચી મશીનોના માલીક, ફરીયાદમાં દર્શાવેલ નંબરોવાળા કુલ-૧૫ ડમ્ફર વાહનોના માલીક, ફરીયાદમાં દર્શાવેલ કુલ-૧૪ હુડકાઓના માલીક, GJ-36-AE-9143 નંબરના હોન્ડા એકટીવાના માલીક, GJ-36-AD-5078 નંબરના હિરોહોન્ડા સ્પેલન્ડરના માલીક, GJ-36-AD-6239 નંબરના હિરો ગ્લેમરના માલીક, GJ-3-DM-1820 નંબરના હિરો પ્રેસન પ્રોના ચાલક, GJ-36-AG-9143 નંબરના હિરોહોન્ડા સ્પેલન્ડરના ચાલક, GJ-21-A-327 નંબરના હિરોહોન્ડા સ્પેલન્ડરના ચાલક, એપલ કંપનીનો પાસવર્ડ મોબાઇલ ફોનનો ધારક, વીવો કંપનીનો પાસવર્ડ લોક વાળો મોબાઇલ ફોન, વીવો કંપનીનો પેર્ટન લોક વાળો મોબાઇલ ફોન તથા સેમસંગ કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોનનો ધારક તથા પોલીસ તપાસમાં નિકળે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી હળવદ પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.