Thursday, December 26, 2024
HomeGujaratહળવદના મહાવીર પાર્કમાં જુગાર રમતા ઝડપાયા

હળવદના મહાવીર પાર્કમાં જુગાર રમતા ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા દારૂ જુગાર ની બધી ને અટકાવવા સૂચન કરેલ હોય જે અન્વયે એએસપી અતુલ બંસલના સીધા માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસઆ અંગે કાર્યરત હતી.

- Advertisement -
- Advertisement -

તે દરમિયાન હળવદ પોલીસને બાતમી મળી હતી કે હળવદના મહાવીર પાર્ક વિસ્તારમાં આવેલ આરોપી મહીપાલ જગુભા ધાંધલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમી રહ્યો છે અને રમાડી રહ્યો છે. જેથી હળવદ પોલીસ મથકના પીઆઇ એમ વી પટેલ દ્વારા દરોડો પાડવા સૂચન કરવામાં આવતા છ શખ્સો મહિપાલ જગુભા ધાંધલ (ઉ.વ ૨૨ રહે.મહાવીર પાર્ક હળવદ) કૌશિક પ્રવીણભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૮ રહે. સિદ્ધનાથ પાર્ક, હળવદ), પંકજ જગદીશભાઈ જોશી (ઉ.વ.૩૮ રહે.શ્રીજી દર્શન સોસાયટી રાણેકપર રોડ, હળવદ), યાજ્ઞિક વાસુદેવભાઈ ગોપાણી (ઉ.વ.૧૯ રહે.સ્વામિનારાયણ નગર હળવદ) નવઘણ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૨૧ રહે.બહાદુરગઢ તા.જી.મોરબી) અને શ્યામ મેણંદભાઈ રાઠોડ (ઉ.વ.૧૯ રહે.નાગડાવાસ તા.જી મોરબી) વાળાને રોકડ રકમ રૂપિયા ૫૭,૩૦૦,ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૭૨,૩૦૦ના મુદ્દા માલ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ વી પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ જાદવ તેજપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર તથા કમલેશભાઈ પરમાર સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!