Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબીમાં બોલેરો હડફેટે રીક્ષા ચાલકનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીના સરદાર બાગ નજીક બોલેરોની હડફેટે રિક્ષાચાલકનું મોત થયેલ છે. મોરબીમાં રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાને પોતાની રીક્ષા લઈને મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાન વાળી શેરીમાંથી સામેની તરફ જઈ રહ્યા હતા.ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પીકઅપ નંબર જીજે-16-ઝેડ-1373 ના ચાલકે હડફેટે લેતા કાનજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ગત તા. ૨૮ના રોજ કાનજીભાઈનું મોત થયેલ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઇ કાનજીભાઇ વાઘેલાએ બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરમાં વિજશોકથી શ્રમિકનું મોત

મોરબી: વાંકાનેરમાં વિજશોકથી શ્રમિકનું મોત થયેલ હતું. આ બનાવની વાંકાનેર સીટી પો.સ્ટેમાંથી જાણવા મળેલ વિગત મુજબ અર્જુનસીહ ભુપતસીહ બારીયા (ઉ.વ ૩૦ રહે-ભોજપરા વાંકાનેર) વાળો ક્યુટોન સીરામીક પાસે ઇલેક્ટ્રોનીકનુ કામ કરતા શોર્ટ લાગતા મરણ હાલતમા વાંકાનેરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

ટંકારામાં ફેકટરીના મશીનના પટામાં ફસાઈ જતા શ્રમિકનું મોત

મોરબી : ટંકારામાં ફેકટરીના મશીનના પટામાં ફસાઈ જતા શ્રમિકનું મોત થયેલ છે. જેમાં રાનુ વિશ્વકર્મા ગણપત વિશ્વકર્મા (ઉવ.૨૭ રહે. હાલે મિતાણા નેકનામ રોડ ઓનેરી સિરામિક મુળ ગામ. રામ ટોરીયા તા. ગુવારા જી. છતરપુર એમ.પી.) વાળો મિતાણા નેકનામ રોડ પર આવેલ ઓનેરી સિરામિકમાં કામ કરતો હતો.ત્યારે તે દરમ્યાંન તેનો જમણો હાથ મશિનના પટામાં આવી જતા પટમાં ફસાઇ જતા ગળા તથા ડાબા પડધે ગંભીર ઇજા થતા સારવાર માં લાવતા મરણ ગયેલ હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાંકાનેરમાં માલગાડીની હડફેટે ચડી જતા શ્રમિકનું મોત

મોરબી : વાંકાનેરમાં માલગાડીની હડફેટે ચડી જતા શ્રમિકનું મોત થયેલ છે. જેમાં હીરાલાલ ઉર્ફે કલુ નારાયણ યાદવ (રહે સરતાનપર રોડ એન્જો સીરામીક લેબર કોલોની તા.વાંકાનેર મુળ ગામ સેમરા પટ્ટી માલ પોસ્ટ રજપુરા તા.હટા જી.દમોહ મધ્યપ્રદેશ) વાળો ગઈકાલે જુના ઢુવા ગામ પાસે રેલ્વે ટ્રેક પર માલગાડીની અડફેટે ચડી ગયો હતો.આથી ગંભીર ઇજા થવાથી હીરાલાલ ઉર્ફે કલુ નારાયણ યાદવ (ઉ.વ.૨૫) નું રાજકોટ ખાતે સારવારમા મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!