Wednesday, November 6, 2024
HomeGujaratરાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જોધપરની શાળાઓમાં ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જોધપરની શાળાઓમાં ઉજવણી કરાઈ

રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોની સતત દરકાર રાખવામાં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ છે. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડીઓ અને શાળા પર કે અંગળવાડી પરના જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે.એમ.કતીરાની સૂચના અને પ્રા.આ.કે.લાલપરના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયાના નિર્દેશનુસાર સબ સેન્ટર જોધપર(નદી) વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓના આસરે ૧૦૦૦ બાળકોને આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા અને પિંકલબેન પરમાર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા આવી હતી. તેમજ બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!