Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના લાતીપ્લોટમાં જુગારનો પાટલો મંડાયોને પોલીસ ત્રાટકી: ત્રણ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબીના લાતીપ્લોટમાં જુગારનો પાટલો મંડાયોને પોલીસ ત્રાટકી: ત્રણ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબીના લાતીપ્લોટ શેરીનં.૨-૩ વચ્ચે જાહેરમાં જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

શહેરના લાતીપ્લોટ શેરી નં. 2-3 વચ્ચે જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડી હતી જેને પગલે પોલીસે દોડી જઇ રેઇડ કરતા આ રેઇડ દરમિયાન જુગાર રમતા આરોપી રીયાઝભાઇ ઇકબાલશા શાહમદાર (ઉ.વ.૨૦ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ ઇદમસ્જીદ રોડ તકીયામાં), સાદીકભાઇ અબ્દુલભાઇ સુમરા (ઉ.વ.૨૨ રહે.મોરબી મસ્જીદવાળી શેરી વીશીપરા) અને દીલીપભાઇ અમરશીભાઇ જાદવ (ઉ.વ.૩૫ રહે.સજનપર (ધુનડા) તા.ટંકારા)ને પોલીસે ઝડપી લીધા હતાં. મોરબી એ ડિવિઝન પોલીસે તમામના કબ્જામાંથી રૂ.૧૩ ૮૫૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!