Thursday, December 26, 2024
HomeGujaratસીરામીક એસો. દ્વારા એડવાઇઝરી જાહેર કરી ટાઉતે વાવાઝોડાને પગલે શ્રમિકોને સુરક્ષિત સ્થળે...

સીરામીક એસો. દ્વારા એડવાઇઝરી જાહેર કરી ટાઉતે વાવાઝોડાને પગલે શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂર ન હોય તો તમામ પ્રોડક્શન બંધ રાખવા અનુરોધ

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ટાઉતે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના જોતા તમામ ફેકટરી માલિકો માટે એડવાઇઝરી જાહેર કરી તમામ ફેકટરી માલિકોને ચેતવણી આપતા જણાવાયું છે કે, હવામાન ખાતાની આગાહીના અનુસંધાને તા.૧૭ અને ૧૮ ના રોજ ટાઉતે વાવાઝોડુ ભયંકર સ્વરૂપે આપણા મોરબી વિસ્તારમાંથી પસાર થવાનુ છે અને અંદાજે ૭૦ થી ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ હોય ફેકટરીમાં પતરા, શેડ, સ્પ્રેડ્રાયર અને કારીગરોના રૂમ વગેરે માટે મોટુ જોખમ ઉભુ થવાની સંભાવનાઓ છે. આ વાવાઝોડામાં જાનહાની ના થાય તે માટે શક્ય હોય તો ફરજીયાત સિવાય તમામ ઉત્પાદન પ્રકિયા બંધ રહે અને કારીગરો સુરક્ષીત જગ્યાએ રહે તે માટે વ્યવસ્થા કરવી, સાથો-સાથ જો કોઇપણ કારીગરો કાચા રૂમમા કે પતરાવાળા રુમમા રહેતા હોય તો તેમનું સ્થાળાંતર કરીને તેમને સુરક્ષિત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવી છતા જો વ્યવસ્થા ના હોય તો તેમની વ્યવસ્થા કરવા માટે તંત્રને જાણ કરીને તેમને પાકા રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવી. કારીગરો ના માને તો તેમને ફરજીયાત સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવા માટે વહિવટી તંત્રનો પણ સહયોગ લઇ શકાય છે. દરેક ઉધોગકારો તા.૧૭ ના રોજ સવારે ૧૦ વાગ્યા સુધીમા દરેક કારીગરો તેમજ ઇમરજન્સી માટે દરેક ભાગીદારો તેમજ એક ટીમની રચના કરીને સ્થળાંતરની જરુરીયાત હોય તો તે પણ કરી લેવી અને કોઇપણ કારીગરોને પતરાવાળી રૂમ કે કાચી રૂમમા રહેવાની સ્પષ્ટ મનાઇ કરવી અને કોઇપણ લોકો વાવાઝોડા દરમ્યાન બહાર ના નિકળે તે માટે સુચના આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાન્ટમાં ડીઝલ અને તાલપત્રી મંગાવી લેવા. દરવાજા શટર ચેક કરી લેવા અને તેમની પાછળ ટેકા માટે પાઇપ કે લાકડાની વ્યવસ્થા રાખવી. જે દિશામાંથી પવન આવતો હોય તે બાજુના દરવાજા બંધ કરી સામેની બાજુના દરવાજા ખુલ્લા રાખવા જેથી પવનનો નિકાલ આસાનીથી થઈ શકે. જરૂર પડે તંત્રની મદદ લેવા ઇમરજન્સી નંબરની યાદી પણ તમામ ફેકટરી માલિકોને સીરામીક એસો. દ્વારા મોકલવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!