ગુજરાત ગેસની સામે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગેસની સપ્લાય આપવા માટે કિંગ્સ ગેસ અને ઓરેસા એ ઉદ્યોગકારો સાથે મિટિંગ કરી હતી તેમજ એમઓયુ સેરેમની યોજાઇ હતી ગુજરાત ગેસ દ્વારા અત્યાર સુધીમાં સમયાંતરે બેફામ ભાવવધારો ઝીંકી દેવાતા ત્રાહિમામ પોકારી ઉઠેલા ઉદ્યોગકારોને રાહત થવા પામી છે.
છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસના વધતા જતા ભાવ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે ઉદ્યોગકારોને ગેસની સપ્લાય માટે એક નવો વિકલ્પ સામે આવ્યો છે.જેમાં ઓરેસા કંપની અને કિંગ્સ ગેસ સાથે મળીને સંયુક્ત રીતે ઉદ્યોગકારોને ગેસની સપ્લાય ગુજરાત ગેસ કરતા 10 થી 15 ટકા સસ્તા ભાવે આપવા માટેની તૈયારી દર્શાવી છે ત્યારે આજરોજ સિરામિક ઉદ્યોગકારો સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીરામીક ઉદ્યોગકારોને ત્રણ મહિનાની અંદર એલએનજી ગેસ ની સપ્લાય પૂરી પાડવા માટેની તૈયારી આ કંપની દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારે જો ત્રણ મહિનાની અંદર ગુજરાત ગેસ સસ્તા સસ્તા ભાવે એલ એન જી ગેસ મળે તો સિરામિક ઉદ્યોગકારોને ઘણો ફાયદો થઈ શકે છે.સીરામીક ઉદ્યોગકારોએ એલએનજી ગેસ વાપરવા માટે પોતાની ફેક્ટરીમાં કોઈ વધુ ફેરફાર કરવા નહીં પડે પરંતુ સ્ટોરેજ માટે ફેક્ટરીમાં ટેન્ક લગાવવામાં આવશે જેથી એલએનજી ગેસ સ્ટોર થઈ શકે. સિરામિક ઉદ્યોગકારો એ પણ જો ત્રણ મહિનાની અંદર એલએનજી ગેસની સપ્લાય શરૂ થાય અને ગુજરાત ગેસ કરતા જો ૧૦ થી ૧૫ ટકા સસ્તા ભાવે તો ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થવાની શક્યતા છે.