Tuesday, November 26, 2024
HomeGujaratચક્ષુદાન:માળીયા (મી)ના કુંતાસી ગામના કાનજીભાઈની આંખો અન્યના જીવનમાં અજવાળા પાથરશે

ચક્ષુદાન:માળીયા (મી)ના કુંતાસી ગામના કાનજીભાઈની આંખો અન્યના જીવનમાં અજવાળા પાથરશે

વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ

- Advertisement -
- Advertisement -

મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી અન્ય લોકોમાં જીવી શકાય,મૃત્યુ બાદ અન્ય લોકોને મદદરૂપ થઇ શકાય,આ મોંઘો મનુષ્યદેહ મૃત્યુ બાદ પણ કોઈને કામ આવે એ માટે ચક્ષુદાન,અંગદાન,દેહદાન જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે કુંતાસી(રાજપર) ના અઘારા પરિવારના મોભી કાનજીભાઈ અઘારાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતાં હર હંમેશ સેવાકાર્યોમાં અગ્રેસર વિપુલભાઈ અઘારા આચાર્ય માણેકવાડા પ્રા. શાળા તેમજ સહ કાર્યવાહ આર.એસ.એસ. રાજકોટ વિભાગ તેમજ તેમના મોટાભાઈ દીપકભાઈ અઘારા તેમજ અઘારા પરિવારના સભ્યોએ તાત્કાલિક નિર્ણય લઈ ચક્ષુદાન કરી કોઈ પ્રજ્ઞાચક્ષુ દુનિયા દેખી શકે એ માટે સ્તુત્ય પગલું ભર્યું છે,આ ઉપરાંત વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કર્યા અને સદગતના મોક્ષાર્થે તેમજ જગતના કલ્યાર્થે વૈદિક યજ્ઞ,તેમજ આજકાલ મૃત્યુ બાદ સાર્વજનિક ભોજનનું ભવ્ય આયોજન કરે છે એને તિલાંજલી આપી સામાજિક સેવા, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા જેવા સેવકાર્યોનો સંકલ્પ કરી નૂતન,સ્તુત્ય અને પ્રેરણારૂપ પગલાં સાથે અઘારા પરિવારે સમાજને નવો રાહ ચિંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!