હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી અને હળવદ ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધબડીયા વાતાવરણમાં વચ્ચે ક્યાંક વરસાદી ઝાંપટું પડ્યું હતું.
હળવદ અને મોરબી પંથકમાં ભરઉનાળે ગોરંભાયેલ વાદળો વચ્ચે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતો બન્યા ચિંતાતુર બન્યા હતા. ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડતાં રોડ-રસ્તા ભીંજાયા હતા. વરસાદી છાંટાને પગલે ઉનાળા પાક તલ, મગમાં નુકસાન સર્જાવાની ભીતિ ને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જન્મ્યો હતો. બીજી તરફ ધબડીયા વાતાવરણ અને પવનની ગતિમાં વધારોને લીધે લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી હતી.