હળવદ હાઈવે ઉપર અકસ્માતોનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે અને હળવદ હાઈવે રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયુ છે. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ હાઈવે રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર જય રહ્યું હતું. ત્યારે વિશ્વાસ આર્કેડ પાસે ટેન્કરના ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા અચાનક કેમીકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાન હાની થવા પામી નહિ. તેમજ ટેન્કરના ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જયારે ધટનાની જાણ થતાં જ એલ&ટી સ્ટાફ વિજય સિંહ જાડેજા અને હિતેશ ભા ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમની સાથે સાથે હળવદ પોલીસના વિપુલભાઈ નાયક તથા ફાયર બ્રિગેડ સ્ટાફ પણ સ્થળે પર પહોંચ્યો હતો. ત્યારે બનાવને પગલે સ્થળ પાર લોકોના ટોળા એકઠા થયા હતા.