Saturday, July 27, 2024
HomeGujaratમોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએથી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સોને ઝડપી...

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએથી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સોને ઝડપી પાડ્યા

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએ દરોડા પાડી બે ઈસમોની અટકાયત કરી છે. જયારે એક શખ્સ ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બે અલગ-અલગ સ્થળોએ વર્લીફીચરનો જુગાર રમાતો હોવા અંગે બાતમી હતી. હતી જે હકીકતને લઈ તેઓએ પ્રથમ મોરબીના વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે રેઇડ કરી સ્થળ પરથી ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ પર રહેતા નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા વર્લીના આકડાઓ લઈને ગાયત્રીનગર સોસાયટી વાવડી રૉડ પર રહેતા કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજા પાસે કપાત કરાવી વર્લીફીચર ફિચરનો જુગાર રમતો રમાડતો હતો. ત્યારે પોલીસે સ્થળ પરથી વર્લી ફીચરના સાધનો સહીત રોકડ રૂ.૧૦૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયાની ધરપકડ કરી છે. જયારે કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજાની શોધખોળ હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી ના નાકા પાસે રેઇડ કરી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા એક શખ્સને પકડી પાડ્યો છે. જેમાં પ્રતિકભાઈ મહાદેવભાઈ પરમાર નામનો ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ પર રહેતો શખ્સ ગાયત્રીનગર સોસાયટી વાવડી રૉડ પર રહેતા કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજા પાસે વર્લીના આકડાઓ લઈને કપાત કરાવી જુગાર રમતો-રમાડતો ત્યારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર સાહિત્ય સહીત રોકડા રૂ.૧૦,૧૨૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. અને પ્રતિકભાઈ પરમારની અટકાયત કરી છે. જયારે કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજા સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!