મોરબી જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળા ના પ્રારંભને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય અગ્રણીઓ આવતી કાલે મોરબી ખાતે આવી રહ્યા છે જેના આગમનને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક એએસપી, ચાર ડીવાયએસપી,12 પીઆઇ, 28 પીએસઆઇ અને 411 પોલીસ જવાનો તથા 178 હોમ ગાર્ડ જવાન સહિત 635 અધિકારીઓ, પોલીસ જવાનો તૈનાત રહેશે.જેને લઈને આજે ખાસ રિહર્સલ પણ કરવામા આવ્યું હતું.
એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેલિપેડ થી લઈ તમામ આજુબાજુના વિસ્તારમાં ડે નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રેન્જ આઈજી સંદીપ સિંહ ,એસપી સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ અને પોલીસકર્મીઓ નો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જીલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ના કાર્યક્રમ નું કાળા વવાતા ફરકાવી વિરોધ કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે પોલીસ દ્વારા મોરબી માળિયા વાંકાનેર હળવદ ટંકારા સહિતના પોલીસમથકમાં થી પોલીસકર્મીઓ ને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે અને વાહન ચેકીંગ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ છે