આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ વાકાંનેર ખાતે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે.ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબીના નવા બસ સ્ટેન્ડ અદ્યતન બાંધકામ માટે રૂ. ૫૪૩.૫૬ લાખની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર ખાતે રૂ. ૪૨૨.૭૬ લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવશે નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
લોકાર્પણ પ્રંસગે ઉપસ્થિત રહેલ મંત્રી સૌરભ પટેલે મોરબીથી જાહેરાત કરી હતી કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ સહિતની વીજ કંપનીના કર્મચારીઓની ભરતી માટે પરિક્ષા લેવામાં આવી હતી અને ૨ માસ અગાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આજે ૨૬૦૦ લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે તો વાવાઝોડા સમયે વીજ જોડાણોને મોટું નુકસાન થયું હતું જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો જેમાં ૭૫ ગામો સિવાયના ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે આગામી ૧૫ તારીખ સુધીમાં તમામ વીજ પુરવઠો કાર્યરત થઇ જશે.