Saturday, April 20, 2024
HomeGujaratરાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક

રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક

યુવાનોને રોજગારી પૂરી પાડવી એ જ અમારો નિર્ધાર : ઊર્જામંત્રી સૌરભ પટેલ

- Advertisement -
- Advertisement -

૨૩૬૫ જૂનિયર આસિસટન્ટ તથા ૨૭૫ જુનિયર ઈજનેરોને નિમણૂક અપાઈ

રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓને વિદ્યૃત સહાયક જૂનિયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક આપી દેવાઈ હોવાનું ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.

મોરબી બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે મોરબી પધારેલ ઊર્જામંત્રી સૌરભ પટેલે માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડિસેમ્બર-૨૦૨૦ અને જાન્યુઆરી-૨૦૨૧માં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ તા. ૦૯/૦૩/૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ જેના આધારે આ નિમણૂકો આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં ૬૯૧, યુજીવીસીએલમાં ૫૨૭, પીજીવીસીએલમાં ૮૩૯, એમજીવીસીએલમાં ૨૪૦ અને જીસેકમાં ૬૮ મળી કુલ ૨૩૬૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં ૧૩૧, યુજીવીસીએલમાં ૩૭, અને જીસેકમાં ૧૦૭ મળી કુલ ૨૭૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!