રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૫ ડિસેમ્બર શનિવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દક્ષિણ ગુજરાતના ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધા માટેની તાપી- કરજણ લિંક ઉદવહન પાઇપ લાઇન યોજના તથા આદિજાતિ વિદ્યાર્થીઓ માટેના સૈનિક સ્કૂલનો ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે બપોરે ૧.૦૦ કલાકે વડોદરા જિલ્લાના નાગરિકો માટેની અંદાજે રૂ. ૩૪૫ કરોડના પાદરા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હુત તેમજ અંદાજે રૂ. ૭૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડભોઇ જૂથ યોજના ભાગ-૨નું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવશે. બપોરે ૪.૩૦ કલાકે રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત સાંજે ૬.૦૦ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ગુજરાત આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની ગૌરવવંતી ઉપલબ્ધિ અંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવસ દરમિયાન વિવિધ ચાર જાહેર કાર્યક્રમોમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે.