Thursday, January 9, 2025
HomeNewsBirthdayગુજરાત પોલીસના વડા શ્રી આશિષ ભાટિયા નો આજે જન્મદિવસ

ગુજરાત પોલીસના વડા શ્રી આશિષ ભાટિયા નો આજે જન્મદિવસ

રાજ્યમાં કડક અને નિષ્ઠાવાન અધિકારીની છાપ માટે ચહેરો વિચારીએ એટલે તુરંત આશિષ ભાટિયા જેવા સિનિયર આઇપીએસ અધિકારીનો ચહેરો સામે આવે હા રાજ્યના પોલીસ વડા અને ડીજીપી શ્રી આશિષ ભાટિયા સાહેબનો આજે જન્મદિવસ છે.હરહમેંશા સિદ્ધાંતને વળગી રહેલા અધિકારીઓમાં ના એક અને સરકાર કોઈ પણ હોય તેની ગુડબુકમાં આશિષ ભાટિયા ટોચના અને જુદી રીતે કામગીરી પસંદ કરવાની પદ્ધતિ માટે તેઓને માનવામાં આવી રહ્યા છે રાજ્યમાં તેઓએ અનેક વખત મુસીબત માં પણ પોતાના સિદ્ધાંતો ને વળગીને જ કામ કર્યું છે તેઓ ભૂતકાળમાં અનેક સર્વોચ્ચ જગ્યાએ પોતાની ફરજ વટથી અદા કરી ચુક્યા છે જેમાં મહત્વના પદની ચર્ચા કરીએ તો એસીબીના વડા તરીકે અને અમદાવાદના કમિશ્નર તરીકે પણ તેઓએ અત્યંત પ્રશંસનીય કામગીરી કરી છે.આશિષ ભાટિયા સ્વાભિમાન અને મિતભાષી સ્વભાવ ધરાવે છે.બાળકો પ્રત્યે અપાર પ્રેમ અને યુવાનોના ઉત્સાહ નો સ્ત્રોત ધરાવે છે.આજે આશિષ ભાટિયાનો જન્મદિવસ છે ત્યારે ઠેરઠેરથી શુભેચ્છાઓ નોં ધોધવરસી રહ્યો છે.આમ તો આશિષ ભાટિયા હમેશા પોતાના કામ કરવાની અનોખી પદ્ધતિથી લોકોમાં આગવું સ્થાન ધરાવતા રહ્યા છે ત્યારે રાજયના સારા આઇપીએસ અને સારા ડીજીપીના જન્મદિવસ પર મોરબી મિરર ટિમ પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!