ધોરણ ૧ થી ૫ માટે બાળમેળાનું તથા ધોરણ ૬ થી ૮ માટે લાઈફ સ્કિલ મેળા તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળમેળામાં ધોરણ ૧ થી ૫ ના ૧૧૩ જેવા બાળકોએ ભાગ લીધો હતો. તેમાં બાલરમત, છાપકામ, માટીકામ, બાલવાર્તા જેવી વગેરે પ્રવ્રુતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને આ પ્રવુતિમાં ખુબજ મજા આવી તથા બાકીના બાળકોએ પણ તે નેહાળીને આનંદની ચિચિયારીઓ કરવા લાગી ગયા હતા. લાઈફ સ્કિલ મેળામાં ધોરણ ૬ થી ૮ ના ૬૨ જેવા બાળકોએ ભાગ લીધો હતો. તેમાં કુકરની સીટી ફીટ કરવી તેના વાલ બદલાવવાં, મહેંદી મુકવી, હેર સ્ટાઈલ બનાવવી,ટાયરના પંચર રિપેર કરવા, કપડાને ઈસ્ત્રી કરવી, વિવિધ સરબત બનાવવા, વિવિધ સલાડ બનાવવા તથા વેસ્ટ માંથી બેસ્ટ જેવી પ્રવ્રુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દ્વારા બાળકોમાં જીવન કૌશલ્યનો વિકાસ તથા વિવિધ સ્કિલની જાણકારી મેળવી હતી. આ પ્રવ્રુતિમાં પણ બાળકોને ખુબજ મજા આવી હતી.આમ આખો દિવસ બાળકો પ્રવ્રુતિ મય રહેતા રિસેશ પણ ભુલી ગયા હતા. સાંજે બાળકોને ઘેર જવાની ઈચ્છા પણ ન હતી. તે દિવસ ખુબજ આનંદમય રહ્યો હતો.સાથે આ વખતે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ સ્ટોલ જેવાકે મિક્સ કઠોળ, ભેળ, ફ્રુટ સલાડ, ભુંગળા બટેટા જેવા સ્ટોલ બાળકો દ્વારા રાખવામાં આવ્યા હતા. જેનાથી બાળકોને વેપાર સ્કિલનો વિકાસ કરી શકાય. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવડા રસીલાબેન, જાવિયા ભારતીબેન તથા ઉષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર હેમંતભાઈ ભાગ્યા તથા કેળવણી નિરીક્ષક શ્રી રસિકભાઈ ભાગીયા એ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.