Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં 'મારા ઘર પાસે પાણી કેમ કાઢે છે' તેમ કહિ આરોપીએ મહિલાને...

મોરબીમાં ‘મારા ઘર પાસે પાણી કેમ કાઢે છે’ તેમ કહિ આરોપીએ મહિલાને પાઈપનો ઘા ઝીંક્યો

મોરબીના વજેપર શેરી નં-૧૭માં ‘મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે’ તેમ કહિ આરોપીએ તે જ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વાણી વિલાસ આચરી પાઇપ વડે હુમલો કર્યાંની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની જાણવા મળતી વિગત અનુસાર વજેપર શેરી નં-૧૭માં રામાપીરના મંદીર આગળ રહેતા આરોપી નિલેશભાઈ અરજણભાઈ સતવારાએ પાડોશી ભાવનાબેન ભુપતભાઈ ખાણધરના ઘરે જઈ ‘મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે’ તેમ કહિ ગાળો બોલી આરોપીએ તેના હાથમાં રહેલ લોખંડના પાઈપનો ભાવનાબેનના માથામાં ઘા ઝીંકતા ગંભીર ઇજા પહોંચી હતી આ ઉપરાંત આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ભાવનાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!