Tuesday, April 16, 2024
HomeGujaratવાંકાનેરના જેપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના જેપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના જેપુર ગામે પોલીસે રેઇડ પાડી આરોપીની જમીનમાંથી 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેપુર ગામે આવેલ અનીલ ઉર્ફે અરવિંદ જેસાભાઇ બાવરીયા (રહે. રૂપાવટી તા. વાંકાનેર જી.મોરબી)ની કબજાવાળી જમીનમા બનાવેલ સિમેન્ટની કુંડીમા સંતાડેલ કિંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના કુલ ટીન નંગ-૯૬ કુલ કિંમત રૂ.૯૬૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે આરોપીને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના જુના ભલગામેં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના જુના ભલગામેં જુગાર રમતા ચાર શકુનીઓને પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

જુના ભલગામેં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ પોપટભાઇભાલીયા,રમેશભાઇ રવજીભાઇ ભાલીયા, દલસુખભાઇ સીંઘાભાઇ ભાલીયા અને ધીરૂભાઇ છનાભાઇ ભાલીયાને રંગેહાથ ઝડપી લીધા હતાં. પોલીસે તમામના કબજામાંથી રોકડ રૂપીયા-૪,૪૫૦ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!