ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલમ્પિક એથ્લેટિક મીટ -અંડર 9/11 મા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોરબીની સાર્થક વિદ્યામંદિરના આઠ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ તકે સાર્થક વિદ્યા મંદિરમાં ધોરણ છ મા અભ્યાસ કરતા અધારા મહેક કમલેશભાઈએ સ્ટેન્ડિંગ બ્રોડજંપમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
વધુમાં ૬૦ મીટર વિઘ્નદોડમાં સમગ્ર રાજ્યમાં મોકાણા હેનીશ જયેન્દ્રભાઈએ બીજો નંબર મેળવ્યો છે ઉપરાંત થ્રો બોલ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં મકવાણા આયુષ ગીરીશભાઈએ બીજો ક્રમ મેળવ્યો છે.વધુમાં 60 મી.વિઘ્ન દોડ સ્પર્ધામાં રાજ્યમાં પાંચમા ક્રમે ડાંગર કાવ્યા રણવીરભાઈએ સફળતા મેળવી છે એ જ રીતે ૬૦ મીટર વિઘ્નદોડમા છઠ્ઠા ક્રમે સીતાપરા દીપ હિરેનભાઈ રહ્યા છે. તે જ રીતે મેડિસીન બોલ સ્પર્ધામાં જાડેજા દુષ્યંતસિંહ અર્જુનસિંહ સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે આવ્યા હતા અને 60 મી.વિઘ્ન દોડમાં સાતમા ક્રમે આનીયા આઈશા મહમદભાઈને સીધી પ્રાપ્ત થઈ હતી અંતમાં સ્ટેન્ડિંગ બ્રોડજંપ સ્પર્ધામાં આઠમો ક્રમ મેળવી ટુંડિયા જતીન કમલેશભાઈએ શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સીધી બદલ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ માર્ગદર્શક સ્પોર્ટ્સ શિક્ષક ધર્મરાજસિંહ ઝાલા પર અભિનંદન વર્ષા થઈ રહી છે.