વાંકાનેરથી અમદાવાદ કતલ ખાના માટે આઇસર ગાડીમાં અબોલ પશુઓને લઈ જવામાં આવી રહી છે. તેવી ફોન બાબતે માહિતી મળતાં ગૌરક્ષકો દ્વારા ચોટીલા બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી આઈસર રોકાવી તેમાંથી પા અને ભેસો કુલ 9 નંગ મળી આવત્તા પોલીસને જાણ કરી અબોલ જીવોને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા. પોલીસે કતલ ખાને લઈ જતા 9 પશુઓ સાથે બે ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વાંકાનેરથી અમદાવાદ કતલ ખાના માટે આઇસર ગાડી નંબર GJ-3-AT-2989 માં અબોલ પશુઓને લઈ જવામાં આવી રહી છે. તેવી ફોન બાબતે માહિતી મળતાં ગૌરક્ષકો દ્વારા ચોટીલા બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ચોટીલા હાઇવે ગાડી ચડી ગઈ છે તેવો ફોન આવતા તાત્કાલિક ચોટીલા પીછો કરીની આઈસર રોકાવી ચેક કરતા તેમાંથી પાડા અને મોટી ભેસો કુલ 9 નંગ મળી આવ્યા હતા. જે ખીચો ખીચ કુરતા પૂર્વક બાંધેલા હતાં. ગાડી ચાલક અને સાથીદાર સહિત 2 આરોપી હાથમાં આવી જતા તેમને પકડી પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને 9 પશુઓને રાજકોટ પાંજરાપોળ માં રાખવામાં આવ્યા હતા… જેમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કેબી બોરીચા, હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા,દિનેશભાઈ એવીજીપી દિલ્હી ગૌરક્ષક, ચોટીલાના હરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ મહેશભાઈ,જયનભાઈ પરમાર, પ્રશાંતભાઈ, યશભાઈ વાઘેલા, જયદીપ ભલગામડીયા મીત ગોહિલ અને જે કી આહીર ગૌરક્ષક તેમજ હિરેનભાઈ વ્યાસ, રઘુ ભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા જસદણ, પ્રશાંતભાઈ ચોટીલા અને વૈભવભાઈ પટેલ ગૌરક્ષા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.