હળવદ તાલુકાના રાયસંગપર ગામે નર્મદા કેનાલ માં મશીન મૂકી ફરિયાદીના વાડીના સેઢે પાણી લાવવા માટે મશીન ચાલુ કરતાં ફરિયાદીના પત્ની દ્વારા મશીન ચાલુ કરતા આ કામના ફરિયાદી ને માર મારવામાં આવ્યા.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા શંકરભાઈ નથુભાઈ કણજારીયા ઉંમર વર્ષ 42 વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રાયસંગપર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ નંબર આઠ પાસે ફરિયાદીની વાડી માં પાણી લઈ આવવા માટે ફરિયાદીની પત્ની સરોજબેન એ નર્મદા કેનાલમાં મશીન મૂકી મશીન ચાલુ કર્યું હોય ત્યારે આ કામના આરોપી નરેન્દ્ર ભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી, રવિભાઈ લાભુભાઈ સોઢા, કિશોરભાઈ લાભુભાઈ સોઢા,રવિભાઈના બહેનનો ભાણો.દ્વારા પાણી ખેંચવાનું મશીન બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ફરિયાદી શંકરભાઈ ના પત્ની સરોજબેન દ્વારા મશીન ચાલુ કરવા જતા આરોપીઓ દ્વારા તેમને “કાંઈ બોલીશ તો કાપીને કેનાલમાં નાખી દઈશું” ધમકી આપી તુરંત જ આ કામના ફરિયાદી શંકરભાઈ ને આરોપી નંબર (૧)નાએ લોખંડના પાઇપ વતી જમણા પગમાં ઢીંચણ પાસે માર્યું હતું. નંબર (૨) ના એ લોખંડના પાઇપ માંથી તથા આરોપી નંબર (૩) અને (૪) ના હોય હાથમાં લાકડી લઈ એમ ચારે આરોપીઓએ ફરિયાદીના બંને પગે તેમના જમણા હાથે માર મારી ફેક્ચર જેવી ઈજા કરી હોય ત્યારે શંકરભાઈ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે હળવદ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.