મોરબી જિલ્લામાં નવા ચેરીટી ભવન માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા અને મહેસુલ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રીવેદી દ્વારા મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધાઓ સાથેની બની રહેલા ભવન માટેનું વર્ચ્યુલ ભુમી પુજન કરવામા આવ્યું હતું જેમાં રાજ્યના મોરબી,કચ્છ,મોડાસા મહિસાગર, ગીર સોમનાથ,સુરેન્દ્રનગર, બોટાદ,સાબરકાંઠા સહિત આઠ જીલ્લાઓ માં નવા ચેરિટી ભવન બનાવવા માટેના વર્ચ્યુલી ખાત મુર્હતનો કાર્યક્રમ આયોજન કરાયો હતો મોરબી માં શક્ત શનાળા નજીક નવા ચેરીટી ભવન બનવવા માટે જગ્યા મંજુર કરવામાં આવી છે જેમાં 2કરોડ 47 લાખના ખર્ચે નવા બનનાર આ ચેરીટી ભવનના વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ચેરીટી કમિશ્નર વાય. એમ. શુકલ દ્વારા પ્રસંગીક સંબોધન કરવામા આવેલ ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના કાયદા અને મહેસુલ મંત્રીશ્રી, રાજેન્દ્રભાઈ ત્રીવેદી દ્વારા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, મોરબીની નવી અધતન સુવિધાઓ સાથેની બની રહેલી કચેરીનુ વર્ચુઅલ ભુમી પુજન કરવામા આવેલ અને ચેરીટીતંત્ર વિશે સંબોધન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોરબી ખાતે કલેકટર જે.બી પટે, અધિક કલેક્ટર એન સી મુછાર, મદદનીશ ચેરીટી કમીશ્નર પૃથ્વીરાજસિંહ બી. જાડેજા, જાહેર ટ્રસ્ટોની નોંધની કચેરી મોરબી નો સમગ્ર સ્ટાફ, કલેક્ટર કચેરી અને આર.એન. બી નો સ્ટાફ, મોરબી જીલ્લાના અગ્રણી ટ્રસ્ટો ના ટ્રસ્ટીઓ, વકીલ હાજર રહ્યા હતા.