Friday, July 10, 2026
HomeGujaratમાળીયાના સોલ્ટ પાન અને જુમાવાડી વિસ્તારની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લીધી

માળીયાના સોલ્ટ પાન અને જુમાવાડી વિસ્તારની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લીધી

સ્થાનિકો અને માછીમારોના પ્રશ્નોની સમીક્ષા, વરસાદી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે અધિકારીઓને સૂચના આપી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના છેવાડાના વિસ્તારોના પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક ઉકેલ લાવવાના વહીવટી તંત્રના જનહિત અભિગમ હેઠળ માળિયા તાલુકાના વિવિધ વિસ્તારોની મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટર દ્વારા મીઠા ઉદ્યોગો અને સ્થાનિક મીઠા પકવતા નાના અગરિયાઓ માટેની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જુમાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો તેમજ માછીમાર પરિવારો સાથે મુલાકાત કરી, તેમના રોજગાર અને પાયાની સુવિધાઓને લગતા વિવિધ સ્થાનિક પ્રશ્નોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

આ ક્ષેત્રીય મુલાકાત અન્વયે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આ નીચાણવાળા વિસ્તારમાં સર્જાતી વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાણી ભરાવવાની સમસ્યાવાળા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ ભવિષ્યમાં સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અંગે સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સ્થળ પર જ ટેકનિકલ ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!