વાંકાનેરના આંગણે શિવરાત્રીના પાવન પર્વથી મહારાજા કેસરીદેવસિંહ ઝાલાની રાજતીલક વિધિ નિમિતેના પાંચ દિવસીય કાર્યક્રમના પ્રારંભ કરવામાં આવ્યો હોવાથી વાંકાનેર પંથકવાસીઓમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
રાજતીલક વિધિના આ મંગલ અવસરના ભાગરૂપે મહારાજા કેસરીદેવસિંહ અને તેમના ધર્મપત્ની દ્વારા વાંકાનેર નજીક આવેલા પૌરાણીક જડેશ્વર મહાદેવ મંદિરએ પૂજા અર્ચના કરી રાજતીલક વિધિનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરને પગલે આજે મહાશિવરાત્રી માંડી આગામી પાંચ દિવસ સુધી વાંકાનેર પેલેસ ખાતે અલગ અલગ કાર્યક્રમો રજવાડી ઠાઠથી યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અલગ અલગ રજવાડાના રાજ પરિવારો, અધિકારીઓ સહિતના હાજરી આપી કાર્યક્રમની શોભ વધારશે.આ પ્રસંગને પગલે વાંકાનેરની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.