Friday, May 10, 2024
HomeGujaratમોરબીમાં દિવ્યાંગની ઠેકડી ઉડાવી આરોપીએ ચાલવાની ઘોડી છીનવી માર માર્યો

મોરબીમાં દિવ્યાંગની ઠેકડી ઉડાવી આરોપીએ ચાલવાની ઘોડી છીનવી માર માર્યો

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચીત્રકુટ સોસાયટીમાં એક શખ્સે દિવ્યાંગની ઠેકડી ઉડાવી ચાલવાની ઘોડીથી અને પાવડા વડે માર મર્યાની અને જાતિ વિરૂધ્ધ અપમાનજનક શબ્દો બોલી હડધુત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમા નોંધાયેલ ફરિયાદ મુજબ જગદિશભાઇ નારણભાઇ જીતીયા નામના દિવ્યાંગ યુવાનની આરોપી રાહુલ ફુલતરીયા (રહે.ચીત્રકુટ સોસાયટી મોરબી)એ મશ્કરી કરી યુવાનને ચીડવ્યો હતો. જેથી દિવ્યાંગ યુવાને તેમ બોલવાની ના પડતા આરોપી રાહુલે પિત્તો ગુમાવ્યો હતો અને જાતિ વિરૂધ્ધ અપમાનજનક શબ્દો બોલી હડધુત કરી ચાલવાની ઘોડીથી ડાબા પગ પર માર માર્યો હતો ઉપરાંત પાવડા વડે ડાબા હાથના ખંભાના ભાગે તેમજ જમણા હાથમાં ઇજા પહોચાડી હતી.જએ અંગે દિવ્યાંગે મોરબી સીટી એ ડિવીઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૩૨૩,૫૦૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(આર),(એસ),૩(૨)(૫-એ), તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!