મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ – ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે સાતમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩૧/૧૨/૨૦૨૧ છે.
પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે લાવવાની રહેશે.
આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ કાર્યવાહી તથા માર્ગદર્શન મળશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮, ૯૭૧૨૧૫૭૪૧૭ પર સંપર્ક કરવો. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવ્યું છે.