‘બિપરજોય’ વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. જે વચ્ચે આજે એક પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓનો વિડીયો વાઇરલ થયો છે. જે જોઈ પી.જી.વી.સી.એલ.ની કાબિલે દાદ કામગીરી સૌ કોઈ વખાણી હતી. ભારે પવન અને ભારે વરસાદ વચ્ચે કર્મચારી વીજ થાંભલાઓ ટોચ પર ચડી કામ કરી રહ્યો હોવાનું વીડિયોમાં નજરે પડ્યું હતું. ઉલ્લેખનીય મોરબીના નાની વાવડી ગામે વીજ પુરવઠો ખોરવાતા આ કામગીરી કરવામાં આવી હતી.