આજ રોજ મહર્ષિ ગુરૂકુલ-હળવદના કોમર્સના વિદ્યાર્થીઓનાં જનરલનોલેજમાં વધારો થાય અને વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે તેવા હેતુથી APMC હળવદની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વેપારીઓ દ્વારા કરવામાં આવતી પાકની જાહેર હરાજીમાં ઉપસ્થિત રહીને ખેડૂતોના પાકના ખરીદ-વેચાણના સાક્ષી બન્યા હતા.
મહર્ષિ ગુરૂકુલના જણાવ્યા અનુસાર, આજ રોજ મહર્ષિ ગુરૂકુલ-હળવદના કોમર્સના વિદ્યાર્થીઓ APMC હળવદની શૈક્ષણિક મુલાકાતે ગયા હતા. વિદ્યાર્થીઓ વિવિધ વેપારીઓ દ્વારા કરવામાં આવતી પાકની જાહેર હરાજીમાં ઉપસ્થિત રહીને ખેડૂતોના પાકના ખરીદ-વેચાણના સાક્ષી બન્યા હતા. અને મગફળી, કપાસ, જીરૂ, સોયાબીન તેમજ વિવિધ કઠોળની હરાજીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. ત્યારબાદ સંપૂર્ણ APMC માર્કેટમાં ચાલતી વિવિધ દુકાનો, વહીવટી ઓફિસો, વે-બ્રિજ તથા ખેડૂતો માટે ઉપયોગી સુવિધાઓનું નિદર્શન કર્યું હતું. APMCની સભાગૃહમાં તમામ વિદ્યાર્થીઓ અને APMC ના સેક્રેટરી મહેશભાઇ પટેલ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નો જેવા કે, APMC ના કાર્યો, ભાવનું નિયંત્રણ, ખેડૂતો માટેની સહાય યોજના, વેપારીઓનું સંરક્ષણ, પક સુધારણા,ખેડૂતો માટે કરવામાં આવતી વ્યાપારીક અનુકૂળતાઓ, સામાજિક સેવાઓ, APMC નું પ્રશાસનિક માળખું, સરકારનો હસ્તક્ષેપ, APMC નું વાર્ષિક ટર્નઓવર તેમજ APMC માં કર્મચારીઓની નિમણૂંક જેવા વિષય બિંદુઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ APMC ના સેક્રેટરી મહેશભાઇ દ્વારા ઇ-કૉમર્સ તેમજ APMC હળવદની એપ્લિકેશન સંદર્ભે વિગતે સમજ તેમજ તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ સ્વરૂપે એક એક પેન આપવમાં આવી હતી. ત્યારે સમગ્ર મુલાકાતનો હેતુ વિશ્વમાં બદલાતા વ્યપારી સમીકરણો અને સંભાવનાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તથા વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ચયનમાં મદદરૂપ થવાનો હતો.
મહર્ષિ ગુરૂકુલના ડાયરેક્ટર રજનીભાઇ સંધાણીના જણાવ્યા મુજબ, બાળકો માત્ર પુસ્તકનું થિયરીકલ જ્ઞાન મેળવે એના કરતા દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવો તેવો પ્રયાસ મહર્ષિ ગુરૂકુલ દ્વારા અવાર નવાર કરવામાં આવતો રહેલો છે. તેના ભાગ સ્વરૂપે મહર્ષિ ગુરૂકુલના વિદ્યાર્થીઓને APMC દ્વારા આપવામાં આવેલી માહિતી બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .