મોરબી પરશુરામધામ રોડ ઉપર આવેલ પરશુરામ મંદિરમાં સુશીલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પોરબંદર સાસંદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ એટલે તમામ સમાજને સાથે લઇને ચાલવા વાળો સમાજ છે. પરશુરામ ભગવાન વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર છે. બ્રાહ્મણ કોઇની ઇર્ષા કરે નહીં. દ્વારકાધીશ પાસે જઇને કાઇ ન માગે તે બ્રાહ્મણ છે.
આ તકે પોરબંદર સાસંદ રામભાઇ મોકરીયાએ બ્રાહ્મણ સમાજ તમામ સમાજને સાથે રાખી અને તેમા ભળી જવા વાળો સમાજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારે વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો કર્યા છે.
લોકાર્પણના આ પ્રસંગે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ કલેકટર આચાર્ય, અગ્રણી સર્વે જયોતિસિંહ જાડેજા, અજયભાઇ લોરીયા, છેલ્લાભાઇ, ભુપતભાઇ સહિત બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.