મોરબીમાં પ્રસંગમાં પશુ સાથે ક્રુરતા આચરવામાં આવી હોય જેમાં બકરીના માથા તલવાર વડે ધડથી અલગ કરી દીધા હોય જે બનાવનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હોય જેથી બનાવ અંગે વિશ્વ હિંદુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ હિંદુ પરિસદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોબાઈલમાં એક વિડીયો જોવા મળ્યો હોય જેમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા જોવા મળ્યા હોય જેથી આ અંગે જીવદયા કામ કરતા ચેતનભાઈ પાટડીયા અને જીતુભાઈ ચાવડાનો તેમણે સંપર્ક કર્યો હતો ને વિડીયોની તપાસ કરતા વિડીયો મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા જીતસિંગના ઘરે તા. ૦૩ ના રોજ પ્રસંગ હોય જે પ્રસંગે સગા યુવરાજસિંહ જીતસિંગ બાવરી રહે સો ઓરડી મોરબી તેમજ અમરસિંગ માયાસિંગ બાવરી રહે મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે લીલીયા તા. અમરેલી એ ત્રણ ઈસમોએ ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે પશુ ક્રુરતા અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે તો પશુ ક્રુરતાનો વિડીયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદ સહિતના સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો હાલ મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ ૧૧ (૧) એલ અને આઈપીસી કલમ ૪૨૯ હેઠળ સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેરમાં ત્રણ બકરા હલાલ કરી બીગાડ કર્યાની ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.