પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા
મોરબી: મોરબીના બાયપાસ નજીક જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. અંધાધૂંધ ફાયરિંગની આ ઘટનામાં નામચીન મમુ દાઢી નું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતુ. આ લોહિયાળ ઘટનામાં 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક ચકચાર મચાવતી ફાયરિંગની ઘટનામાં બે કારમાં આવેલા શખ્સોએ 5 લોકો ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું. નવ મહિના પહેલા થયેલી માથાકૂટ મામલે થયેલી આ ઘટનામાં હનીફ ગુલામભાઈ કાસમણી ઉર્ફે મમુ દાઢીને ગંભીર ઇજા થવા પામી હતી. જેને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું અન્ય 4 વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. આ ચકચારી પ્રકરણમાં રફીકભાઈ રજાકભાઈ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટેલ હનીફભાઈ ચાનિયા, આરીફ ગુલામભાઈ મીર, ઇસ્લમાંલભાઈ યારમાંમડ બલોચ, રીયાઝ્ભાઈ રજાકભાઈ ડોસાણી , ઈરફાન યારમાંમાંમ્દ બલોચ, રમીજભાઈ હુસેનભાઈ ચાનિયા, મકસુદ ગફુરભાઈ સમાં, એઝાઝ્ભાઈ આમદભાઈ ચાનિયા અને ચાર અજાણ્યા ઈસમો સહિત ૧૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.
પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે.