Thursday, June 18, 2026
HomeGujaratમોરબીમાં ૧૭ વર્ષીય દીકરીને લાકડાની પટ્ટીથી માર મારતા પિતા સામે ફરિયાદ.

મોરબીમાં ૧૭ વર્ષીય દીકરીને લાકડાની પટ્ટીથી માર મારતા પિતા સામે ફરિયાદ.

મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા ઉપર ખોટા વહેમ-શંકા અને પૈસાની બાબતે થયેલા ઝઘડામાં પિતાએ પોતાની ૧૭ વર્ષીય દીકરીના માથામાં લાકડાની પટ્ટી મારતા ચાર ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે માતાની ફરિયાદના આધારે પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા પોલીસ ચોકી નજીક આવેલા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ એલ-૫૪૦માં રહેતા આરોપી અરવિંદભાઈ જેરામભાઈ સાવરિયા સામે તેમની પત્ની ગીતાબેને ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ, આરોપી અરવિંદભાઈ ગત તા.૧૭/૦૬ની મોડી રાત્રે ઘરે આવ્યા બાદ જમવાનું, પૈસાની માંગણી તથા ખોટા વહેમ-શંકાને લઈને પત્ની ગીતાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદમાં પરિવારને ઘર બહાર નીકળી જવા કહેતા પત્ની અને સંતાનો બહાર ગયા હતા. તે દરમિયાન અરવિંદભાઈ ઘરમાંથી લાકડાની પટ્ટી લઈને આવ્યા અને તેમની ૧૭ વર્ષીય દીકરી પુરીબેનના માથામાં મારી દેતા તેને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેના માથામાં ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ બનાવ અંગે પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ તેમજ જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!