Thursday, June 18, 2026
HomeGujaratનગર દરવાજા ચોક ખાતે ઇકોની ટક્કરે શાકભાજી વેચનારનું મહિલાનું મોત

નગર દરવાજા ચોક ખાતે ઇકોની ટક્કરે શાકભાજી વેચનારનું મહિલાનું મોત

મોરબીના નગર દરવાજા માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે શાકભાજી લેવા ગયેલી મહિલાને ઇકો ગાડીએ અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજતાં મૃતકના પતિની ફરિયાદને આધારે પોલીસે આરોપી ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ઇન્દિરાનગરમાં રહેતા અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરતા લાભુબેન કાંતીભાઈ બારૈયા ઉવ.૪૯ ગઈકાલ તા.૧૭ જૂનના રોજ વહેલી સવારે નગર દરવાજા માર્કેટ ખાતે શાકભાજી લેવા ગયા હતા. તે દરમિયાન ઇકો ગાડી નં. જીજે-૩૬-એએલ-૧૦૩૬ના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક પોતાનું વાહન ચલાવી આવી લાભુબેનને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં લાભુબેનને માથા, કપાળ તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ઇકો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. હાલ મૃતકના પતિ કાંતિભાઈ રતાભાઈ બારૈયાએ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!