Thursday, January 16, 2025
HomeGujaratહળવદના વેપારીને જાનથી પતાવી દેવાની ધમકી આપનાર પંદર વ્યાજંકવાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદના વેપારીને જાનથી પતાવી દેવાની ધમકી આપનાર પંદર વ્યાજંકવાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામા વ્યાજખોરો જાણે લૂંટારું બન્યા હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હળવદના વેપારી આધેડે વ્યાજે લીધેલા નાણાંનું ચામડાતોડ વ્યાજ વસૂલવા વેપારીને બોલાવી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે 15 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ હળવદના સોનીવાડ શીશુ બાલમંદીર સામે રહેતા હિતેષભાઇ હિમંતલાલ શેઠ નામના ૫૨ વર્ષીય વેપારીએ આરોપી લગધીરભાઇ રબારી, વિજયભાઇ રઘુભાઇ રબારી, હિરેનભાઇ પટેલ, વસંતભાઇ મોરી (હળવદ ગો ગેસ એજન્સીના ભાગીદાર), તેજસભાઇ દવે (જી માર્ટ ફર્નીચર હળવદ) જયરામભાઇ દલવાડી, પ્રભુભાઇ રબારી, જીલાભાઇ ભરવાડ, હર્ષદભાઇ રબારી, રવીભાઇ રબારી, મુકેશભાઇ ભરવાડ, મનોજભાઇ રબારી, લખમણભાઇ ભરવાડ, ભરતસિહ ગોહીલ અને કિરણભાઇ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અલગ અલગ વ્યાજદરે લીધી હતી. આ નાણાનું આરોપીઓ ગેર કાયદેસર રીતે મસમોટું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા ત્યારબાદ વેપારી હિતેષભાઇને પોતાના ગોડાઉને રૂબરૂ મળી અને ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૫૦૪,૫૦૬(૨),તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ ની કલમ પ,૩૩(૩),૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઇ આર.બી.ટાપરીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!