Friday, March 29, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે જમીન બાબતે અગાઉ થયેલા ઝગડાનો ખાર રાખી ચાર શખ્સોનો...

હળવદના સાપકડા ગામે જમીન બાબતે અગાઉ થયેલા ઝગડાનો ખાર રાખી ચાર શખ્સોનો આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મારમારીના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શંકરભાઇ ભીખાભાઇ નંદેસરીયા (ઉ.વ.૫૫, રહે.સાપકડા, તા.હળવદ, જી.મોરબી) એ આરોપીઓ ભુપતભાઇ ગોરધનભાઇ કાંજીયા, નાનજીભાઇ ગોરધનભાઇ કાંજીયા, મુન્નાભાઇ ઘનશ્યામભાઇ કાંજીયા, રામદેવભાઇ ભુપતભાઇ કાંજીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૧ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં સાપકડા ગામે ફરીયાદીના રહેણાંક મકાનની સામે ફરીયાદી તથા આરોપીને જમીન બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે ફરીયાદીને જમણા હાથના પંજા તથા આંગળીઓમાં ફેક્ચર જેવી તેમજ સાહેદ ભાવનાબેનને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર તેમજ અન્ય સાહેદોને નાની મોટી ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!