ધ કોબ્રા પોસ્ટ,મોરબી લાઈવના ત્રણ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી : પુરાવા વિના માહિતી જાહેર કરી બદનામ કર્યા હોવાની રાવ : પોલીસકર્મીઓ પણ સંવેદનશીલ માહિતી પૂરી સંડોવણી ધરાવતા હોવાની શંકા : તપાસ જરૂરી
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે તે અધિકારી વ્યક્તિઓ વિશે બેફામ પુરાવો વિના આડેધડ છાપવાનો ક્રેઝ જામ્યો છે અને લોકોને પણ માહિતી સાચી હોય કે ખોટી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરૂદ્ધ ની વાત હોય એટલે વાંચવી અત્યંત ગમે છે એ પછી રાજકારણી હોય અધિકારી હોય કે પત્રકાર હોય ગને તેના વિરુદ્ધ ગમે તેમ લખી આ માહિતી બજારમાં ફરતી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં જીલ્લા પંચાયત ના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા વિરુદ્ધ થોડા સમય પહેલા ધ કોબ્રા પોસ્ટ અને મોરબી લાઈવ નામની વેબસાઈટ મારફતે આક્ષેપો સાથેની માહીતી જાહેર કરાઈ હતી જેમાં અજય લોરીયાએ વેબસાઈટ ના સંચાલક પિયુષ નિમાવત,ડેનિશ દવે અને દેવાંગ રબારી નામના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબી જીલ્લા પંચાયત ના સદસ્ય અજય લોરીયાએ પોતાનો વિરુદ્ધ પુરાવા વિના લિંક મારફતે લખાણ વાયરલ કરી જમીનમાં ખોટું દબાણ કરી હોવાની માહિતી જાહેર રાજકીય કારકિર્દી ને નુકસાન પહોંચાડવા બદલ બદનામી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી શહેર પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસીની કલમ ૫૦૦,૫૦૧,૪૬૯ મુજબ નોંધી પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબીમાં મીડિયાના કાર્ડ પાંચ હજારથી લઈને દસ હજારમાં વેચાતા મળે છે જેના લીધે ઓફિશિયલ મીડિયા અને પત્રકારો બદનામ થાય છે એટલું જ નહીં આવી બદનામી કરવા મા ફક્ત વેબસાઈટ સંચાલકો જ નહીં પરંતુ જે તે વિભાગના કર્મચારીઓની સાંઠગાંઠ પણ હોય છે જેમાં પોલીસકર્મીઓ દ્વારા જ પોતાના પોલીસમથકની ખાનગી માહિતી આપવામાં આવે છે અને અધિકારીઓ તેનો ભોગ બને છે અને આ જ સંવેદનશીલ માહિતી મેળવી અધિકારીઓને દબાવવા વેબસાઈટ નો ઉપયોગ થાય છે મોરબીમાં અનેક અન આધિકૃત વેબસાઈટ ચાલે છે જેના પર સિકંજો કસવો જરૂરી છે ત્યારે મોરબી પોલીસકર્મીઓ પર પણ જો સીડીઆર ડિટેલ અને ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક રાઝ બહાર આવે તેમ છે.