Friday, March 29, 2024
HomeGujaratમોરબી જુના બસ સ્ટેન્ડ પાસે “તું કેમ મારી સામે કતરાય છે” તેમ...

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે “તું કેમ મારી સામે કતરાય છે” તેમ કહી યુવાન પર છરી વડે હુમલો કર્યાની ફરીયાદ

મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઈદ મસ્જીદ જુના બસ સ્ટેશન પાછળ આવેલ મચ્છીપીઠમાં રહેતા માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપી તૌફીક કરીમભાઇ પીંજારા (રહે.મૂળ લજાઇ, તા.ટંકારા હાલ- મોરબી, મચ્છી પીઠ) સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૨ના રોજ શહેરના જુના બસ સ્ટેશન પાસે, પેટ્રોલ પંપ પાસે ફરીયાદી તેના મિત્રો સાથે રોડ ઉપર ઉભા હતા. ત્યારે આરોપીએ ત્યાં આવી ફરીયાદીને કહેલ કે, તું કેમ મારી સામે કતરાય છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલી તેની પાસેની છરી વડે ફરીયાદીને છાતીમાં એક ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે આ બનાવની ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!