Saturday, January 4, 2025
HomeGujaratહળવદ-માળીયા હાઇવે પર થયેલ ગમખ્વાર અકસ્માત મામલે કાર ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

હળવદ-માળીયા હાઇવે પર થયેલ ગમખ્વાર અકસ્માત મામલે કાર ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈ થી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા આ અંગે ફોર્ચ્યુનર કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં સામુંબેન વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૬૫), રમેશભાઈ વસ્તાભાઈ પટેલ (ઉ.વ.૫૦), મોંઘીબેન માણાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મૃતક સામુંબેનના પતિ અને રમેશભાઇના પિતા વસ્તાભાઇ નારયણભાઇ ભુસણ (ઉવ.૭૫ રહે.દેશલપર તા-રાપર જી કચ્છ ભુજ)એ કાર ચાલક ઋત્વિક મનોજ ભસુણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!