Friday, December 27, 2024
HomeGujaratનવલખી પોર્ટે પહોચાડવાનાં ડીઝલમાંથી ૧૦૦૦ લીટર ડીઝલ કાઢી ડ્રાઈવર દ્વારા કરાઈ છેતરપિંડી,...

નવલખી પોર્ટે પહોચાડવાનાં ડીઝલમાંથી ૧૦૦૦ લીટર ડીઝલ કાઢી ડ્રાઈવર દ્વારા કરાઈ છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ

બનાવની માળીયા(મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિનોદભાઈ કલાભાઈ માલા(ઉ.વ.૪૨ રહે. રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં. ૩, ધંધો. ટ્રાન્સપોર્ટ)એ માળિયા(મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડ્રાઈવર હરકેશ વિશ્બનાથ ચૌધરી (રહે.સીંધારીયા, પોસ્ટ સેમરીયા, જી. ગોપાલગંજ, બિહાર) વાળાએ સીલબંધ ટેન્કર નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૫૦૫૧ વાળામાં ભરેલ ૨૪૦૦૦ લીટર ડીઝલ ન્યારા એનર્જી વાડીનાર ખાતેથી નવલખી પોર્ટ ખાતે લઇ જવાનું હોય પરંતુ તેમાં માત્ર ૨૩૦૦૦ લીટર ડીઝલ પહોચાડેલ હોય અને ૧૦૦૦ લીટર ડીઝલ કિં.રૂ.૮૦,૯૯૧/- નું નિયત જગ્યાએ નહિ પહોચાડી કોઈ જગ્યાએ પોતાની રીતે છળકપટથી ડીઝલ ટેન્કરમાંથી ખાલી કરી વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છ ત્યારે માળિયા(મી.) પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!