હળવદ ગામે આવેલ ખેતીની જમીન હડપ કરી જવાના ઇરાદે કબ્જો જમાવનાર ત્રણ મહિલા સહિત પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે જ્યારે હળવદ તાલુકાના સરંભડા ગામની સીમ આવેલ જમીનમાં ગેરકાયદે દબાણ આરોપી સામે પણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.
ધાગધ્રા તાલુકાના એંજાર ખાતે રહેતા હરદેવસિહ જયવંતસિહ ઝાલાની હળવદ ગામની સીમ આવેલ રેવન્યુ સર્વ નં.૪૯૧ પૈકી ૨ ની જમીન હે.આર.ચો.મી.૨-૪૦-૭૯ વાળી જમીન હડપ કરી જવના ઇરાદે આરોપી ઠાકરશીભાઈ ગંગારામભાઈ લકુમ, ચંદ્રિકાબેન ઠાકરશીભાઈ લકુમ, હરજીવનભાઈ ગંગારામભાઈ લકુમ, ગાયત્રીબેન ઠાકરશીભાઈ લકુમ, જયશ્રીબેન ઠાકરશીભાઈ લકુમ ( રહે.હળવદ શંકરપરા) સહિતનોએ કબ્જો જમાવી લેતા તમામ વિરુદ્ધ હરદેવ ભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક કેસમાં મૂળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા પ્રભુભાઇ ધમાભાઇ બાવળીયાની સરંભડા ગામેં આવેલ સર્વ નં.૮૧ ક્ષેત્રફળ ૧-૩૭-૫૯ હે.આરે વાળી જમીન પર સરભડા ગામે રહેતા કુકાભાઇ ધારાભાઇ ભરવાડે કબ્જો જમાવી જમીન હડપ કરી લેતા તેના વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધાયો છે.