Friday, December 6, 2024
HomeGujaratમોરબીમાં બે શખ્સો વિરુદ્ધ વેપારીનો પ્લોટ પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબિંગ...

મોરબીમાં બે શખ્સો વિરુદ્ધ વેપારીનો પ્લોટ પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઇ

બે શખ્સોએ ગેરકાયદે પ્લોટમાં કબજો જમાવતા પ્લોટના મૂળ માલીકે નોંધાવી ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબીના માધાપર – વજેપર વિસ્તારમાં આવેલા વેપારીના જમીનના પ્લોટ ઉપર બે શખ્સોએ ગેરકાયદે કબજો જમાવીને આ પ્લોટ પચાવી પાડવાનો કારસો કરતા આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બાબુભાઇ મોહનભાઇ સરડવા (ઉ.વ. 67, ધંધો- વેપાર, રહે. મોરબી આલાપ પાર્ક, શેરી નંબર-૦૩, બ્લોક નંબર 86) એ આરોપીઓ ભરતભાઇ નારણભાઇ ડાવેરા તથા અજયભાઇ રાણાભાઇ ગોગરા (રહે. બંને ફડસર, મોરબી) અને તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૩/૧૨/૨૦૨૦ ના રોજ મોરબી માધાપર/વજેપરના સર્વે નં.૧૧૫૬ પૈકી જમીનમાં આવેલ ફરીયાદીની માલીકીનો પ્લોટ સર્વે નં.૧૧૫૬ ચોરસવાર ૨૦૦-૦૮ આશરે ચોરસ મીટર ૧૬૭-૯૫ નો આરોપીઓએ ગેરકાયદે કબ્જો કરી પચાવી પાડ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!