Wednesday, November 13, 2024
HomeGujaratમોરબીમાં પોલીસનાં નામે રૂ.15 હજારની છેતરપીંડી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પોલીસનાં નામે રૂ.15 હજારની છેતરપીંડી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રૂ.૧૫ હજારનું ઓનલાઈન ફ્રોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ટ્રાન્સપોર્ટરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિપકભાઇ પ્રભુભાઇ ઓગણજા (ઉ.વ. ૪૭, ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે. મોરબી શીવશકિત પાર્ક, શીવરજની એપાર્ટમેન્ટ, આલાપ રોડ) એ એક મોબાઈલ ધારક, એસ.બી.આઇ. બેંકના ખાતા નંબર ધરાવતો શખ્સ અને પેટીએમ નંબરનો ઉપયોગ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૫ ફ્રેબ્રુઆરીના રોજ આરોપીઓએ ફરીયાદીને પોતાના મોબાઇલ નંબર પરથી છેતરપીંડી કરવાના ઇરાદાથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી પાસેથી જી.મેઇલ આઇ.ડી. તથા ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવી પાસવર્ડ રીસેટ કરી વોટસઅપ પ્રોફાઇલ ઉપર ફરીયાદીનો ફોટો રાખી ફરીયાદીના ભાણેજ પાસેથી રૂપિયા ૧૫,૦૦૦/- નુ ઓનલાઇન પેટીએમ ટ્રાન્જેકશન કરાવી તથા ફરીયાદીના ગૃપના અન્ય માણસોને પૈસા મોકલવાનુ જણાવીને ઓનલાઈન છેતરપીંડી કરી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!