Friday, November 22, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ બાકી કમિશન ચૂકવામાં ના આવતા મામલતદારને...

હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ બાકી કમિશન ચૂકવામાં ના આવતા મામલતદારને આવેદન આપ્યું

હળવદમાં કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન ચુકવવામાં ના આવતા મામલતદારને આવેદન આપ્યું.
રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઈ (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી લાંબા સમયથી કમિશન પર ચાલે છે.ઓપરેટરોને ફોર્મ દીઠ કમિશન ચુકવવામાં આવે છે. જાે કે મગફળી ઓનલાઈન રજીસ્ટ્રેશનનું ર૦૧૯-ર૦ર૦નું કમિશન ચુકવવામાં ના આવતા ઓપરેટરોની હાલત કફોડી બની છે. ત્યારે આ મામલે આજરોજ શનિવારે કોમ્પ્યુટર ઓપરેટરોએ હળવદ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અમીતભાઈ રાવલને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી. આ આવેદનમાં જણાવ્યા પ્રમાણે ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઈ (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી કમિશન પર ચાલે છે અને ઓપરેટરોને માત્ર ફોર્મ દીઠ કમિશન ચુકવવામાં આવે છે. ઉપરાંત વીસીઈ (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો)ને કોરોના મહામારીમાં સીધા લોકોના સંપર્કમાં આવતા હોવાથી તેઓને પણ કોરોના થવાની સંભાવના વધી છે. જેથી તેઓએ વીમા કવચમાં સામેલ કરવા આ ઉપરાંત બે વર્ષ વર્ષની કામગીરીનું જે કમીશન ચુકવવાનું બાકી છે, તે વહેલી તકે ચુકવવામાં આવે તેવી માગણી કરી છે. જાેકે તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી પાંચ દિવસ બાદ વિરોધ પણ નોંધાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!