મોરબી જિલ્લામાં કાનૂની જાગૃતિ કાર્યક્રમના આયોજન સંદર્ભે સુચાઉ સંકલન અને આગોતરા આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત મોરબી દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધીકારીઓની મિટિંગ યોજાઈ હતી.
ભારત સરકાર દ્વારા ચાલતા “ આઝાદ કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તરફથી મળેલ સૂચના મુજબ સમગ્ર દેશમાં પાન ઇન્ડિયા અવેરનેસ પ્રોગ્રામનું તા.૦૨/૧૦/ થી તા.૧૪/૧૧/૨૦૨૧ દરિમયાન આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ આ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પઈનની શરૂઆત તા.૦૨/૧૦/ના રોજથી થશે. જેમાં જિલ્લાભરના તમામ ગામડાઓમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટ્રીયરી દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમનું કરવામાં આવશે. આ આયોજનના અમલીકરણ માટે તથા સુચારુ સંકલન માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તમામ અધીકારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આર.કે. પંડ્યા તથા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ વાય. એન. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.