Friday, April 19, 2024
HomeGujaratજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત ભાષા શિક્ષણ તાલીમ વર્ગ...

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત ભાષા શિક્ષણ તાલીમ વર્ગ સંપન્ન

મોરબી,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત બીઆરસી ભવન મોરબી દ્વારા સંચાલિત ધોરણ 3 થી 5 ના ભાષા શિક્ષણની પ્રારંભિક શિક્ષક ત્રિદિવસીય તાલીમ રામકૃષ્ણ તાલુકા શાળામાં યોજવામાં આવેલ. જેમાં મોરબી બીઆરસી કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવા આવેલ અને તાલીમાર્થી શિક્ષકો દ્વારા મોરબી બીઆરસી ચિરાગભાઈ આદ્રોજાને પુસ્તક આપી આવકારવામાં આવ્યા હતાં. તાલીમમાં તજજ્ઞ અને વર્ગસંચાલક તરીકે નાની વાવડી સી.આર.સી.કો.ઓ. રમેશભાઇ કાલરીયા તથા રામકૃષ્ણ સી.આર.સી.કો.ઓ. રાકેશભાઈ કાંજીયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!